Monday 26 December 2016

હરીલીલામૃત

રામાનંદ સ્વામીના તેરમા ની સભા ભરીને ૨૦ વર્ષના સહેજાનંદ સ્વામી બેઠાં છે. એવા સમયે મધ્ય ભારતનાં "ઝરણા પરણાં" ગામનાં નીવાસી પ્રભુપ્યાસી એક શિતળદાશ કરીને બ્રાહ્મણ આવે છે. ઘણાં વર્ષો સુધી દેશ વિદેશમાં ફર્યા ભગવાન ગોતવા પણ ક્યાંય ભગવાન મળતાં નથી ત્યાં તેમણે સાંભળ્યું કે પશ્ચિમમાં, ગુજરાત રાજ્યના ફરેણી ગામમાં રામાનંદ સ્વામી કરીને એક જીવન મુક્તા પ્રગટ થયાં છે. ફરતાં ફરતાં ફરેણીમા આવી પંહોચ્યાં. ગામમાં પુછ્યું કે રામાનંદ સ્વામી ક્યાં છે અત્યારે..? કોઇએ કહ્યું કે એ આ લોક છોડી અને ભગવાનના ધામમાં જતાં રહ્યાં આજે એમનું તેરમું છે. એ વાતને આજે તેર દિવસ થયાં. શિતળદાશ ભાંગી પડ્યાં, ખોટો ધક્કો ખાધો, ભારે કરી, હવે શું કરવું..! ત્યાં પેલા ભાઇ કહે કે ગુરુસ્થાને એક સહેજાનંદ સ્વામી બેઠાં છે, એ પણ એમનાં જેવાં જ છે. એમનાં દર્શન કરી લ્યોં, ચાલો મારી સાથે. શિતળદાશે સભામાં પ્રવેશ કર્યો. પેલા ભાઇએ બધી વાત કહી કે આ રામાનંદ સ્વામીના દર્શન માટે આવ્યાં હતાં. પણ ગુરુ જતાં રહ્યા છે, આ સમાચાર સાંભળી આ ભાંગી પડ્યા સાવ. મહારાજે સભામાં બેસાડ્યાં.. અને કહ્યું કે રોકાવ થોડાક દિવસ. શિતળદાશે મનમાં વિચાર્યું કે આ સહેજાનંદ સ્વામી ને રાજી કરું તો ગુરુ પણ ઉપર બેઠા બેઠા રાજી થાશે, આમ વિચારી રોકાણા.. બીજો દિવસ થયો એટલે કે રામાનંદ સ્વામી ના ચૌદમાં નો દીવસ શિતળદાશ આવી અને સભામાં બેઠા. અને મનમાં એવો વિચાર આવ્યો કે હવે ઝાઝું રોકાયને સમય બગાડવો નથી, આ બધાની રજા લઇ અને નીકળી જાઉં. ત્યાં ગુરુસ્થાને બિરાજમાન સહેજાનંદ સ્વામી બોલ્યાં "શિતળદાશ જવાનો વિચાર નો કરશો હો" પણ સહેજાનંદ સ્વામી હું તો રામાનંદ સ્વામી ના દર્શન કરવાં આવ્યો હતો પણ ગુરુ જ નથી રહ્યાં તો હવે શું...! સહેજાનંદ સ્વામી કહે કે હું તમને રામાનંદ સ્વામીના દર્શન કરાવું તો..! પણ એ શક્ય નથી, એમને જતાં રહ્યાં આજે... સહેજાનંદ સ્વામી કહે હા મને ખબર છે. પણ હું કહું એમ તમે કરો..! હા સહેજાનંદ સ્વામી બોલો. તમારો જમણો કાન અંહી મારી પાસે લાવો તો શિતળદાશે જમણો કાન આપ્યો અને કાનમાં કહ્યું કે "સ્વામિનારાયણ" આ નામ બોલો. શિતળદાશે નામનો 'ણ' પુરો કર્યો ત્યાં તો સમાધી થઇ ગઇ. અને કરોડ કરોડ સુર્ય અને ચંદ્ર જેટલા પ્રકાશમાન એ ધામમાં પંહોચ્યા. અતિ શિતળ ઠંડક એમાં સુવર્ણના સિંહાસન પર મહારાજ બેઠાં છે. અનંત મુક્તો સ્તુતિ કરે છે. જે છબી ફરેણીમા જોઇ એ જ છબિ અંહી દેખાણી. 
॥ઉભા સ્તુતિ કરે આગળે, મત્સ્યાદિક ચોવીશ અવતાર; ઉભા સ્વામી રામાનંદ પણ, કરે એના ગુણ ઉચ્ચાર॥ 
હવે શિતળદાશે શ્રીજીની પુજા કરી પણ પછી એમને અનંતમુક્તોની પુજા કરવાનું મન થયું. પણ શિતળદાશ એક છે અને મુક્તો અનંત કરોડ જેટલાં છે. શ્રીજીને વાત કરી કે આમ છે. શ્રીજી કહે કે તમે એવો સંકલ્પ કરો કે આ રામાનંદ સ્વામી પુર્ણ પુરુષોત્તમ ભગવાન હોય તો તમારા અનંત રુપો થાય. સંકલ્પ કર્યો પણ નો થવાણું. હવે પ્રભુ શું કરું..? હવે તમે એવો સંકલ્પ કરો કે આ ચોવીશ અવતાર છે તેનાં પ્રત્યેકના નામ 
લઇ અને સંકલ્પ કરો કે એમાના કોઇ અવતાર અવતારી પુર્ણ પુરુષોત્તમ હોય તો તમારા અનેક રુપો થાય. નો થવાણું..! હવે પ્રભુ શું કરું..? હવે તમે સંકલ્પ કરો કે ફરેણીમાં જે બેઠાં છે એ 
સહેજાનંદ સ્વામી સાક્ષાત પુર્ણ પુરુષોત્તમ અવતારી ભગવાન હોય તો તમારા અનેક રુપો થાય. હજી સંકલ્પ પુરો કર્યો અને ત્યાં તો એક બે ત્રણ ને અનંત કરોડ શિતળદાશ ના રુપ થયાં, 
અને એક જ ક્ષણમાં અનંતમુક્તોની પુજા કરી. પછી શિતળદાશ રામાનંદ સ્વામીની પાસે આવીને બેઠાં અને કહ્યું કે રામાનંદ સ્વામી હું તમારા દર્શન કરવાં માટે આવ્યો હતો. રામાનંદ સ્વામી બોલ્યાં કે તમે જે છબી ફરેણીમાં જોઇ એ જ આ સિંહાસન પર બેઠા એ, હું તો એમનો દાસ છું. સર્વ અવતારના એ અવતારી એજ સર્વોપરી એજ વિશ્વવિહારી. હું તો ઉધ્ધવ છું. બધાં અવતાર એનાંમા લીન થાય પણ એ પોતે કોઇનામાં લીન નો થાય. આવી રામાનંદ સ્વામીએ વાત કરી ત્યાં તો... 
॥સરિતાઓ મળે તે સાગરમાં, મળ્યાં અવતાર સૌ હરિવરમા॥ 
જેવી રીતે બધી નદિઓ સાગરમાં મળે તેવી રીતે બધાં અવતાર શ્રીહરીમા લીન થઇ ગયાં. આવું શિતળદાશે જોયું અને આભા બની ગયા. સમાધી ઉતરી અને આખી સભામાં વાત કરી બધા બોલ્યાં કે નારાયણમુની આ શિતળદાશ શું બોલે છે..? નારાયણમુની કહે એમને દેખાણું એ બોલે છે. પણ આ અમારે જોવું હોય તો..! (અંહીથી આગળની વાત આપણે મહામંત્ર ની પોસ્ટમાં વાંચીશુ.) •• વ્યાપકાનંદનું આખ્યાન, જે કોઇ કહેશે કે સુણશે કાન; તેના સિધ્ધ મનોરથ થાશે; અંતે અક્ષરધામ મા જાશે•• આ આખ્યાન હરીલીલામૃત ગ્રંથના આધારે છે.

No comments:

Post a Comment